Get The App

વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે  બાઈક સવારનો હુમલો 1 - image

ફતેપુરા રાવત શેરીમાં રહેતા કિરણભાઈ હસમુખભાઈ પરમાર છેલ્લા 11 વર્ષથી સીટી પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરે છે સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે હું ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન ગયો હતો અને 10:30 વાગે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવા માટે મને નવા બજાર વિસ્તાર ખાતે પેટ્રોલિંગનો પોઇન્ટ આપ્યું હતું. જેથી હું નવા બજાર ગયો હતો રાત્રે 11:30 વાગે નવા બજાર એક ચા વાળા ની દુકાને હું ચા પીવા ઉભો હતો તે દરમિયાન બે બાઈક સવાર ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરતા હતા. જેથી ને તેઓને કહ્યું કે તમે લોકો ત્યાંથી જતા રહો નહિતર મારે પોલીસની ગાડી બોલાવી પડશે જેથી આ બંને સવાર ઉસકે રાઈગયા હતા અને મને ગાળો બોલી મારા પર હુમલો કર્યો હતો હું નીચે પડી જતા બંને હુમલાખોરોએ મને માર માર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા.