Get The App

વડોદરાના અત્યંત ગીચ માંડવી દરવાજા પાસે ત્રીજા માળે આગ લાગતા ટ્રાફિક બંધ કરાયો

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના અત્યંત ગીચ માંડવી દરવાજા પાસે ત્રીજા માળે આગ લાગતા ટ્રાફિક બંધ કરાયો 1 - image

Vadodara Fire : વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ભારે અવરજવર દરમિયાન માંડવી દરવાજા પાસેની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

માંડવી દરવાજા પાસે આવેલી દુકાનના ત્રીજા માળે એસીના યુનિટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. ચાર દરવાજા વિસ્તારમાં સતત વાહન ચાલકો અને રાહદારીઓની ભારે ભીડ રહેતી હોય છે, જેને કારણે ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચતા ખુબ મુશ્કેલી પડી હતી. 

વડોદરાના અત્યંત ગીચ માંડવી દરવાજા પાસે ત્રીજા માળે આગ લાગતા ટ્રાફિક બંધ કરાયો 2 - image

બનાવના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી અને ચાર દરવાજા વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ મોઢે માસ્ક અને બી એ સેટ પહેરી પોણો કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

આમ ચાર દરવાજા વિસ્તારમાં આગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.