Get The App

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ 1 - image

Vadodara : ઉંમર માત્ર એક આંકડો છે, આ વાત સાબિત કરી બતાવી છે વડોદરાના શિક્ષક સુનિલ બી.પટેલે. 57 વર્ષની વયે પણ તેઓ દરરોજ સવારે 4:30 વાગ્યે સાઇકલ લઈ નીકળી પડે છે. તેમની આ અડગ નિષ્ઠાએ તેમને ત્રીજી વખત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું છે.

મૂળ કાપડવંજના અને હાલ વડોદરામાં સ્થાયી થયેલા સુનિલ પટેલે 2 જાન્યુઆરી 2022થી 12 ફેબ્રુઆરી 2026 સુધી સળંગ 1230 દિવસ પ્રતિદિન 50 કિલોમીટર સાઇકલ ચલાવી એક અસાધારણ કીર્તિ હાંસલ કરી છે. ઘરથી શાળા અને શાળાથી ઘર, તેઓ હંમેશા સાઇકલ પર જ પ્રવાસ કરે છે. અત્યાર સુધીમાં તેઓ કુલ 70,000 કિલોમીટરથી વધુ અંતર કાપી ચૂક્યા છે.

સુનિલ પટેલે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં ત્રણ તબક્કે પોતાનું નામ અંકિત કર્યું છે. પ્રથમ રેકોર્ડ 50 કિમીની 179 રાઇડ્સ માટે, બીજો સતત 625 દિવસ અને ત્રીજો તાજેતરમાં સળંગ 1230 દિવસ 50 કિમી સાઇકલિંગ બદલ નોંધાયો છે. દરેક રેકોર્ડ સાથે તેઓ પ્રમાણપત્ર અને ચંદ્રકથી સન્માનિત થયા છે. ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ ઉપરાંત સુનિલ પટેલે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા, એશિયા બુક ઑફ રેકોર્ડ્સ, હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્સ્પાયરિંગ ઇન્ડિયન એવોર્ડ 2025 સહિત અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ પોતાની છાપ છોડી છે.

હું દરરોજ સવારે 4:30 વાગ્યે ઉઠી વડોદરાના રસ્તાઓ પર 50 કિમી સાઇકલ ચલાવું છું, ત્યારબાદ સાઇકલ પર જ શાળાએ જઈ ફરજ બજાવું છું. સાઇકલ માત્ર વાહન નહીં, મારી જીવનશૈલી છે. હું અન્ય લોકોને પણ સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી જીવન અપનાવવા પ્રેરિત કરવા માંગું છું.