Gujarat

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ

By GS TEAM
23 Aug 20251 min read
TukuTouch Logo
ગુજરાતના વડોદરમાં રહેતી 21 વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની ખુશી પઠાણે ભારતીય સૈનિકો માટે સૌર ઊર્જાથી ચાલતી અનોખી વર્દી તૈયાર કરી છે. પોતાના રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ખુશીએ આ વર્દી બનાવી છે. આ ખાસ વર્દીની મદદથી સૈનિક ન ફક્ત પોતાના ઉપકરણોને ચાર્જ કરી શકશે પરંતુ, તેની મદદથી દર વખતે પોતાના યુનિટ સાથે જોડાઈ રહેવામાં પણ મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ

Vadodara Student Develop Solar Powered Army Uniform: ગુજરાતના વડોદરમાં રહેતી 21 વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની ખુશી પઠાણે ભારતીય સૈનિકો માટે સૌર ઊર્જાથી ચાલતી અનોખી વર્દી તૈયાર કરી છે. પોતાના રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ખુશીએ આ વર્દી બનાવી છે. આ ખાસ વર્દીની મદદથી સૈનિક ન ફક્ત પોતાના ઉપકરણોને ચાર્જ કરી શકશે પરંતુ, તેની મદદથી દર વખતે પોતાના યુનિટ સાથે જોડાઈ રહેવામાં પણ મદદ મળશે. 

આ પણ વાંચોઃ ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ

6 મહિનામાં બનાવી ખાસ વર્દી

ખુશીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ખાસ વર્દી પર કામ કરવાનું શરૂ કર્યું અને છ મહિનાની મહેનત બાદ ડિઝાઇન પૂરી કરી. આ વર્દીને ડિઝાઇન કરતા પહેલા તેણે 10-12 સામાન્ય લોકો અને ચારથી પાંચ સેવારત અધિકારીઓનું માર્ગદર્શન પણ લીધું હતું. 


આ પણ વાંચોઃ જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

નોંધનીય છે કે, ખુશીની આ ખાસ ઊર્જા ઉત્પન્ન કરતી વર્દીમાં વાયર માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. જેનાથી વર્દી હલકી અને લવચક બને છે અને તેની સૈન્ય ગરિમા પણ જળવાઈ રહે છે. આ વર્દી હાલ પરીક્ષણના તબક્કામાં છે. તેની આશા છે કે, ભારતીય સેના તેના આ ઇનોવેશનને અપનાવે.