જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
Jamnagar Cardiac Arrest : જામનગરના વુલન મિલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયું છે. તે જે તે માધાપર ભૂંગાની એક પરિણીતાને પણ હૃદય રોગનો હુમલો ભરખી ગયો છે.
જામનગરમાં વુલન મિલ નજીક જુની ચાલી વિસ્તારના રૂમ નંબર 103 માં રહેતી આશાબેન કેતનભાઇ ઘાવરી નામની 37 વર્ષની મહિલાને ગઈકાલે પોતાના ઘેર હાર્ટ એટેક આવી જતાં તેનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પતિ કેતન કિશનભાઇ ઘાવરીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત હાર્ટ એટેકનો બીજો બનાવ માધાપર ભુંગા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં રહેતી રૂકીયાબાનુ જાકીરભાઇ જામ નામની 24 વર્ષની પરિણીતાને પોતાના ઘેર કામ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો હતો, અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી, જ્યાં તેણીનો હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જાહેર કર્યું હતું.