Get The App

ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ 1 - image


Gujarat Police: ખેડા જિલ્લામાં LRD સત્યદીપ ચુડાસમાની નકલી PSI બની અમેરિકાના વ્યક્તિ સાથે ગેરકાયદે નાણાંકીય વ્યવહારનો ઓડિયો વાઈરલ થયો હતો. આ મુદ્દે ખેડાના SPએ LRD જવાનને સસ્પેન્ડ કરીને આ મુદ્દે ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરી છે. 

આ પણ વાંચોઃ જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી

નકલી PSI બની નાણાં માંગતા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PIને બે ઓડિયો ક્લિપ મળી હતી જેમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા સત્યદીપ રામદેવ ચુડાસમા અમેરિકાના કોઈ રોકીભાઇ સાથે ગેરકાયદે ધંધાની અને નાણાંકીય વ્યવહાર અંગે વાત કરતા હતાં. આ સિવાય તે પોતે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવે છે, તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચોઃ ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર

પોલીસે હાથ ધરી તપાસ

આ ઓડિયો ક્લિપની ખરાઈ કરતા તે સત્યદીપનો અવાજ હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી હેડ ક્વાર્ટર્સમાં બદલી થયા છતાં સત્યદીપ ખોટી ઓળખ આપીને પોલીસ વિભાગને બદનામ થાય તે મુજબનું વર્તન કર્યું હતું. સમગ્ર મામલે SP રાજેશ ગઢીયાએ પોલીસકર્મી સત્યદીપ ચુડાસમાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે.

Tags :