Get The App

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ 1 - image

વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક જગ્યાએ કોઈપણ કારણસર રોડ રસ્તા ખોદી નંખાતા શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હવે શહેરીજનોએ અફસોસ કરવાની જરૂર નથી. હવે શહેરના ગોલ્ડન જંકશન આજવા જંકશન કપુરાઈ જંકશન વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવી વરસાદી ગટર નાખવા અંગે પ્રાથમિક તબક્કે ગોલ્ડન જંકશન પર તા. 23થી આગામી 20 દિવસ સુધી વાહન વ્યવહાર માટે રસ્તો સિંગલ લેન-જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ રહેશે. વિકલ્પ રૂપે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ ગમે તે કારણસર તમામ રોડ રસ્તા ખોદી નાખ્યા બાદ હવે તંત્રની નજર ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન, અને તરસાલી જંકશન પર સ્થિર થઈ છે. હવે આ તમામ રોડ રસ્તાનો ક્રમબદ્ધ રીતે ખુરદો બોલાવશે. 

જેમાં પ્રાથમિક તબક્કે ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર (બોક્સ કલવર્ટ) નાખવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા એવી મશીનરી, મજુરો, કારીગરોની હેરફેર કરવા માટે આ જંકશન પર વૈકલ્પિક રૂટમાં ડાયવર્ટ કરીને કામની સરળતા અને સલામતીને ધ્યાનમાં રાખી ગોલ્ડન જંકશન પર તા. ૨૩, સોમવારથી આગામી ૨૦ દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે કામ પૂરું ન થાય ત્યાં સુધી આ રસ્તો સિંગલ લેન અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણપણે બંધ કરાશે જેના વિકલ્પ રૂપે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવાયું છે.