Get The App

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને આજે શહેર પોલીસ કમિશનરે તમામ અધિકારીઓની મીટિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે એક્શન પ્લાન મુજબ કામે લાગી જવા આદેશ આપ્યો હતો.

વડોદરા શહેરની હદમાં કોર્પોરેશનની ચૂંટણી  ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકોની ચૂંટણી યોજાનાર છે.જેને અનુલક્ષીને શહેર પોલીસના તમામ પીઆઇ,એસીપી,ડીસીપી,જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની આજે  મેરેથોન મીટિંગમાં મહત્વની સૂચનાઓ અપાઇ હતી.

લોકશાહીનું પર્વ નિર્વિધ્ને પાર પડે તે માટે અર્ધ લશ્કરી દળો પણ સ્થાનિક પોલીસની મદદમાં જોડાનાર છે.પોલીસે વડોદરામાં મહત્વના એન્ટ્રી પોઇન્ડ સહિતના સ્થળોએ ૧૧ ચેકપોસ્ટ બનાવી છે.જેના પર પોલીસની ટીમો તૈયાર રહેશે.

 આ ઉપરાંત તમામ સીસીટીવી કેમેરા, બોડીવોર્ન કેમેરા અને ખાનગી કેમેરાનો પણ સ્થિતિ પર નજર રાખવા માટે ઉપયોગ કરાશે. પોલીસને રોજેરોજ નાકાબંધી અને વાહન ચેકિંગ કરવા સૂચના અપાઇ છે.આ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ સાથે સંકલનમાં રહેવા અને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા તાકિદ કરવામાં આવી છે.

 2400 જેટલી લાયસન્સ વાળી રિવોલ્વર કબજે લેવા કવાયત

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત 2 - imageવડોદરામાં ચૂંટણી દરમિયાન ખાનગી હથિયારનો દુરુપયોગ ના થાય તે હેતુથી તમામ લાયસન્સ ધારકોને હથિયારો જમા કરાવવા સૂચના અપાઇ છે.

વડોદરામાં ૨૪૦૦ જેટલા હથિયારોને પરવાનો આપવામાં આવ્યો છે.જેથી આગામી ચૂંટણીને અનુલક્ષીને પોલીસ કમિશનરે તમામ પરવાનેદારોને હથિયારો જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે.

આ પૈકી જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ૬૦૦ જેટલા હથિયારો જમા કરાવી દેવામાં આવ્યા છે.જ્યારે બાકીના હથિયારો કબજે લેવા કવાયત જારી રાખવામાં આવી છે.