Get The App

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન 1 - image

Vadodara : વડોદરા મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તા.26મીએ યોજાશે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચૂંટણી પ્રક્રિયામાં સરકારી કર્મીઓ અને પોલીસ જવાનો સહિત હોમગાર્ડઝ ફરજ બજાવનાર હોવાથી આવા તમામ મતદાતાઓ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે બેલેટ પેપરના સહારે મતદાન કરવા સવારે 9 વાગ્યાથી શરૂ કરાયું છે ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં ફરજ બજાવનાર તમામ સરકારી કર્મીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડસ પહોંચી ગયા હતા. જ્યાં મતદાન માટે લાંબી લાઈન જોવા મળી હતી. જોકે તમામના મુખ પર વિશેષ આનંદ જોવા મળ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે આગામી તા.26ના વડોદરા મહાનગર પાલિકા સહિત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. આ અંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનો અને હોમગાર્ડઝ તથા સરકારી કર્મચારીઓ ચૂંટણી અંગે વિશેષ કાર્યવાહીમાં જોડાશે. આમ છતાં આવા તમામ કર્મીઓ પોતપોતાના મતદાનનો ઉપયોગ કરી શકે એ માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાટર ખાતે મતદાન અંગે વિશેષ સગવડ કરવામાં આવી છે જ્યાં ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જવાનો અને સરકારી કર્મીઓ પોતપોતાના મતનો ઉપયોગ કરી શકે એ અંગે બેલેટ પેપરથી આજે મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કરી શકશે. આજે સવારે નિયત સમયે મતદાન કરવા અને ચૂંટણી અંગે વિશેષ ફરજો બજાવનારા તમામ કર્મીઓ સવારે 9 વાગ્યાથી પોલીસ હેડકવાર્ટર ખાતે ઉમટી પડતા લાંબી કતારોમાં ઉભેલા તમામ કર્મીઓ ખુલ્લા મને ચર્ચાઓ કરતા કોલાહલ સાથેના દ્રશ્યોનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.