Get The App

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ 1 - image


Vadodara News: વડોદરામાં ટ્રાફિક સિગ્નલના પોલનો ભૂક્કો બોલાવી દેનારાએ આકાશની શાન ઠેકાણે આવી છે. તેનો બે હાથ જોડીને માફી માગી માગતો BEFORE AFTERનો વીડિયો વાઈરલ થયો છે. રાવપુરા ટાવર પાસે ગત 7મી ફેબ્રુઆરીની રાતે આ શખસે ટ્રાફિક સિગ્નલના પોલનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે રાવપુરા પોલીસે વાઘોડિયા રોડ પર રહેતા આકાશ દરજીની ધરપકડ કરી છે. 

બેફામ હંકારી ટ્રાફિક સિગ્નલ સાથે અથડાવી કાર

ગઈ તા. 7મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અંદાજે 3 વાગ્યે રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બે કાબુ લક્ઝરીયસ કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેમાં ટ્રાફિક સિગ્નલ પોલ તેમજ કંટ્રોલર બોક્સને નુકસાન પહોંચ્યું હતું.  આ ઘટનાને લઈને રાવપુરા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે મોટર વાહન અધિનિયમ તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો દાખલ કર્યો હતો.

મુંબઈ લગ્ન પ્રસંગમાં હોવાનું બહાનું કાઢ્યું હતું

પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે કારચાલકની ઓળખ થઈ હતી. પોલીસે આ ગુનામાં આકાશ કમલેશભાઈ દરજી (રહે. કલ્યાણ બંગલો, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ)ની ધરપકડ કરી છે. અગાઉ કાર ચાલક મુંબઈ લગ્ન પ્રસંગમાં હોવાથી નિવેદન બાદ હકીકત બહાર આવશે તેમ જણાવાયું હતું. 

'આકાશે' પોતાની ભૂલ સ્વીકારી માફી માગી

અકસ્માત સર્જીને આકાશ તરત જ મુંબઈ ભાગી ગયો હતો, પરંતુ પોલીસની સર્વેલન્સ ટીમે તેને શોધી કાઢ્યો છે. પોલીસના સકંજામાં આવતા જ 'આકાશે' પોતાની ભૂલ સ્વીકારી માફી માગી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાની ખાતરી આપી છે. પણ સવાલ એ છે કે, આવા નબીરાઓ સુધરશે ક્યારે?