Gujarat

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

By GS TEAM
19 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

Vadodara : વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડનું લેવલ અગાઉ કરતાં વધુ ઊંચું કરવામાં આવ્યું હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. ઉપરાંત, વરસાદી પાણીના ચેમ્બર અને ગટર લાઈનો પણ કચરાથી ભરાઈ જતાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે.

આ અંગે સોસાયટીના રહેવાસીઓએ વિસ્તારના ભાજપના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર (શૈલુ)ને રજૂઆત કરી હતી. સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

કાઉન્સિલરે સ્થાનિકોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં ચેમ્બર સફાઈ, પાણીના નિકાલ અને અન્ય જરૂરી કામગીરી હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. તેમના આશ્વાસન બાદ સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

સ્થાનિકોએ પણ મહાનગરપાલિકાને વરસાદી મોસમ દરમિયાન આવા વિસ્તારોમાં નિયમિત સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.