Gujarat

SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક

By GS TEAM
8 Nov 20251 min read
TukuTouch Logo
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રોગ્રામ માટે ખાસ/અતિરિક્ત જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO)ની નિમણૂકમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સ્થાન આપવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક

Vadodara : સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રોગ્રામ માટે ખાસ/અતિરિક્ત જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO)ની નિમણૂકમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સ્થાન આપવામાં આવ્યું છે.

દેશના ચૂંટણી કમિશનરે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા માટેના કાર્યક્રમની સૂચના આપી છે.  તા.01.01.2026,બંધારણની કલમ 324, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 અને અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ લાયકાતની તારીખ તરીકે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન, ગણતરીના ફોર્મ મતદારોને વિતરિત કરવાના હોય છે, મતદારો પાસેથી મળેલા ફોર્મની ચકાસણી કરવાની હોય છે અને ચકાસણી પછી તેને અપલોડ કરવાની હોય છે. મતદારો પાસેથી મળેલા દસ્તાવેજો પણ ચકાસવા અને અપલોડ કરવાના છે. કાર્યની દેખરેખ અને અમલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોના મ્યુનિસિપલ કમિશનરોની ભાગીદારી અને અસરકારક ભૂમિકા અનિવાર્ય છે. તે જોતાં, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની તેમના સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં વિશેષ/અતિરિક્ત જિલ્લા ચૂંટણી અધિકારીઓ તરીકે  નિમણુક કરવામાં આવી છે.