Gujarat

વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગુમ થનારા વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી

By GS TEAM
15 Jun 20263 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં વર્ષ-2025 અને વર્ષ-2026ના પ્રથમ બે માસમાં ગુમ થનાર વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી છે. જો કે ગુમ વ્યક્તિઓને શોધી કાઢવાની કવાયત દરમિયાન પોલીસે પુરુષોની સરખામણીમાં અઢી ગણી સંખ્યામાં સ્ત્રીઓને શોધી પણ કાઢી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગુમ થનારા વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી

Vadodara Missing Cases: વડોદરા જિલ્લામાં વર્ષ-2025 અને વર્ષ-2026ના પ્રથમ બે માસમાં ગુમ થનાર વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી છે. જો કે ગુમ વ્યક્તિઓને શોધી કાઢવાની કવાયત દરમિયાન પોલીસે પુરુષોની સરખામણીમાં અઢી ગણી સંખ્યામાં સ્ત્રીઓને શોધી પણ કાઢી છે.

14 મહિનાનો ચિંતાજનક આંકડો: વડોદરા જિલ્લામાંથી કુલ 306 વ્યક્તિઓ ગુમ

વડોદરા જિલ્લામાં વર્ષ-2025માં કુલ 205 વ્યક્તિઓ 18 વર્ષથી વધુ વયની ગુમ થઈ ગઈ હતી જેમાં 135 સ્ત્રી અને 70 પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ-2026ના પ્રથમ બે માસમાં કુલ 101 વ્યક્તિઓ મિસિંગના લિસ્ટમાં આવી હતી જેમાં 36 સ્ત્રી અને 65 પુરુષો હતા. આમ વર્ષ-2025 અને વર્ષ-2026ના પ્રથમ બે માસમાં 101 મળી કુલ 306 વ્યક્તિઓ ગુમ થઈ હતી.

પોલીસની કામગીરી: વર્ષ-2025માં ગુમ થયેલા 205માંથી 177 લોકોનો પત્તો લાગ્યો

પોલીસ ચોપડે નોંધાયેલી આ ગુમ વ્યક્તિઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વર્ષ-2025માં ગુમ કુલ 205 સામે 177નો પત્તો લાગ્યો હતો. આ વર્ષે ગુમ થયેલા લોકોમાં પોલીસે 124 સ્ત્રી તેમજ 53 પુરુષોને શોધી કાઢ્યા હતાં તેવી જ રીતે વર્ષ-2026ના પ્રથમ બે માસમાં ગુમ કુલ 72 સામે પોલીસે 41 સ્ત્રી અને 28 પુરુષોનો પત્તો મેળવ્યો હતો. ઉપરોક્ત ગુમ થયેલ સ્ત્રી તેમજ પુરુષોને તેમના પરિવારજનો સાથે મેળાવ કરાવાયો હતો અથવા કેટલાક મૃત્યુ પામ્યા હોવાની જાણ થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત સમયગાળામાં ગુમ વ્યક્તિઓ પૈકી હજી પણ કુલ 56નો પત્તો મળ્યો નથી જેમાં 29 પુરુષો તેમજ 27 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.  જિલ્લામાં સૌથી વધારે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સૌથી ઓછા દેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારની નોંધ થઈ છે.

મિલાપ ઓપરેશનમાં 38 વ્યક્તિઓને શોધી કઢાયા

સમગ્ર રાજ્યમાં થોડા દિવસો પહેલા ગુમ વ્યક્તિઓને શોધી કાઢવાની ઓપરેશન મિલાપ ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન વડોદરા જિલ્લામાં ગુમ અથવા અપહરણ થયેલા 6 બાળકો તેમજ વયસ્કો મળી કુલ 38ની શોધી કાઢવામાં આવ્યા હતાં. ગુમ થયેલાનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું.

પ્રેમ સંબંધમાં અથવા ઘરકંકાસના કારણે ગુમ થવાના કિસ્સા વધારે

ગ્રામ્ય વિસ્તારોમાં ગુમ થનાર વ્યક્તિઓમાં મહિલાઓની સંખ્યા સૌથી બમણી છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં કેટલીક વ્યક્તિઓ પરત મળી છે અથવા કેટલીક જાતે જ હાજર થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે સગીર વય થઈ જાય એટલે પ્રેમ સંબંધમાં ઘર છોડવાના સૌથી વધુ બનાવો બનતા હોય છે. આ ઉપરાંત ઘરકંકાસના કારણે પણ ઘર છોડીને જતા રહેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જ્યારે કેટલાક કિસ્સામાં અભ્યાસના કારણે પણ ઘર છોડીને જવાની ઘટના નોંધાઈ છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: ઈડરના પ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત

ઔદ્યોગિક વિસ્તારોમાં ગુમ થનાર વ્યક્તિઓની સંખ્યા સૌથી વધારે

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ગુમ વ્યક્તિઓ ઔદ્યોગિક વિસ્તારોમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુમની નોંધ થઈ છે. આ વિસ્તાર ઔદ્યોગિક અને શૈક્ષણિક વિસ્તાર છે. આ ઉપરાંત મંજુસર જીઆઈડીસી, પાદરા ઔદ્યોગિક વિસ્તાર, કરજણ તાલુકામાંથી ગુમ થનાર વ્યક્તિઓની સંખ્યા વધુ છે.

આ ઉપરાંત ડભોઈ તાલુકામાંથી પણ લાપત્તા થયા હોય તેઓની સંખ્યા વધારે છે. જ્યારે ભાદરવા, દેસર, ચાંદોદ અને શિનોર પોલીસ સ્ટેશનમાં ગુમ થનાર વ્યક્તિઓની સંખ્યા સૌથી ઓછી છે. ઢાઢર નદીમાં તણાયેલા બે માસૂમ ભાઈઓનો આઠ માસથી પત્તો નથી

પાદરા તાલુકાના કોટ ગામ પાસેની ઢાઢર નદીના કોઝવે પરથી ઓક્ટોબર માસમાં ડૂબી ગયેલા બે માસૂમ સગા ભાઈઓનો આઠ માસ થવા છતાં હજી સુધી પત્તો મળ્યો નથી.