Gujarat

વડોદરા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા બળવો : અપક્ષ ઉમેદવારી નોંધાવશે

By GS TEAM
11 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા કોંગ્રેસે વોર્ડ નંબર એકના કોર્પોરેટર હરીશ પટેલને ટિકિટ ન આપતા તેમણે પાર્ટી સામે બળવો કર્યો છે. હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા બળવો : અપક્ષ ઉમેદવારી નોંધાવશે

Vadodara Congress : વડોદરા કોંગ્રેસે વોર્ડ નંબર એકના કોર્પોરેટર હરીશ પટેલને ટિકિટ ન આપતા તેમણે પાર્ટી સામે બળવો કર્યો છે. હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી જાહેરાત કરી છે.

 વોર્ડ નંબર એકમાં કોંગ્રેસે બંને પુરુષ પૂર્વ કોર્પોરેટરોને ટિકિટ આપી નથી. જે પૈકી જહા ભરવાડને ટિકિટ ન આપવા પાછળ સીમાંકન અને જાતિ આધારિત ફેર બદલ હોવાનું માનવામાં આવે છે. પરંતુ બીજી તરફ પાર્ટીએ અહીં જહા ભરવાડના પત્નીને ઓબીસી બેઠક પરથી ટિકિટ આપી તેમને સાચવી લીધા છે. જ્યારે સામાન્ય બેઠક પરથી હરીશ પટેલને ટિકિટ આપી નથી. જેથી પૂર્વ કોર્પોરેટર નારાજ થયા છે. તેમણે પાર્ટી વિરુદ્ધ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી છે.