Get The App

વડોદરા સાઇબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ : શંકાસ્પદ ફાઇલ માટે વાયરસ ટોટલ સર્વિસ અને M-Kavach એપનો ઉપયોગ કરવા અપીલ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા સાઇબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ : શંકાસ્પદ ફાઇલ માટે વાયરસ ટોટલ સર્વિસ અને M-Kavach એપનો ઉપયોગ કરવા અપીલ 1 - image

Vadodara Cyber Crime : વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તાર ખાતે સાઇબર ક્રાઇમ અને સાઇબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  જલધારા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી આ મિટિંગમાં સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગનું આયોજન નવનાથનગર સોસાયટીના નિશીથ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાઇબર અને ફોરેન્સિક એક્સપર્ટ મયુરભાઈ ભુસાવલકર દ્વારા વિવિધ પ્રકારના સાઇબર ક્રાઇમ વિશે લાઇવ ડેમોન્સ્ટ્રેશન સાથે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે સરળ અને પ્રેક્ટિકલ ઉપાયો સમજાવ્યા હતા. મિટિંગમાં ગોત્રી પોલીસ સ્ટેશનની સાઇબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે લોકોને સાઇબર ગુનાઓ સામે સતર્ક રહેવા તેમજ કોઈપણ પ્રકારના ફ્રોડની ઘટનામાં તરત જ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી.

મયુરભાઈ ભુસાવલકરે લોકોને સાવચેતીઓ રાખવા અનુરોધ કર્યો છે. અજાણી APK ફાઈલ ડાઉનલોડ ન કરવી, વોટ્સએપમાં પ્રાઈવસી સેટિંગ્સ (Last Seen, Profile Photo, About) યોગ્ય રીતે સેટ કરવી, મોબાઇલ સુરક્ષા માટે M-Kavach 2 એપનો ઉપયોગ કરવો, શંકાસ્પદ ફાઈલ માટે Virus Total જેવી સર્વિસનો ઉપયોગ કરવો, “Have I Been Pwned” દ્વારા ઈમેલ ડેટા લીક ચકાસવો, TAFCOP પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ નંબર પર ચાલુ સિમકાર્ડની માહિતી મેળવવી, મહિલાઓએ ટ્રાયલ રૂમમાં ખાસ સાવચેતી રાખવી અને સ્પાય કેમેરાથી સતર્ક રહેવું, Truecaller એપના ફાયદા-ગેરફાયદા સમજીને ઉપયોગ કરવો.મિટિંગ દરમિયાન હાજર લોકોએ પોતાના પ્રશ્નો પુછ્યા હતા, જેના નિરાકરણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યા હતા.