Get The App

પત્ની ઉપર હુમલો કરી ફરાર થયેલા અમદાવાદના ગુનેગારે વડોદરામાં સ્કૂટર ચોરી અછોડો લૂંટતા પકડાયો

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
પત્ની ઉપર હુમલો કરી ફરાર થયેલા અમદાવાદના ગુનેગારે વડોદરામાં સ્કૂટર ચોરી અછોડો લૂંટતા પકડાયો 1 - image

વડોદરાઃ અમદાવામાં પત્ની ઉપર છરી વડે હુમલો કરી ફરાર થયા બાદ વડોદરામાં અછોડો લૂંટનાર નામચીન ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

વડોદરાના ભૂતડીઝાંપા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે અછોડો વેચવા ફરતા ફૈઝાન ઉર્ફે પંડિત મહંમદહુસેન શેખ (જીશાન રેસિડેન્સી, ફતેવાડી,વેજલપુર, અમદાવાદ હાલ રહે. અલસૂકુન એપાર્ટમેન્ટ, ફતેવાડી)ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટકાવી પૂછપરછ કરતાં તેણે બે સપ્તાહ પહેલાં બે સાગરીતો સાથે મુજમહુડાના એપાર્ટમેન્ટમાંથી સ્કૂટર ચોર્યાની વિગતો બહાર આવી હતી.

તપાસ દરમિયાન તેની પાસે સોનાની ચેન પણ મળી હતી.જે અછોડો તેણે ચોરી કરેલા સ્કૂટરનો ઉપયોગ કરી કારેલીબાગના અડુકિયાદડુકિયા ગરબા ગ્રાઉન્ડ પાસેથી સવારે  લૂંટયો હોવાની માહિતી બહાર આવી હતી. પોલીસના કહ્યા પ્રમાણે,ફૈઝાન સામે જુદાજુદા ૧૯ ગુના નોંધાયેલા છે.બે વાર પાસા હેઠળ જેલ જઇ આવ્યો છે અને ગઇ તા.૭મીએ તેની પત્ની પર ચાકુ વડે હુમલો કરી ભાગી છૂટતાં વેજલપુર પોલીસ તેને શોધી રહી છે.