Gujarat

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેકિંગ

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સાવચેતીના પગલા રૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. હાલ પૂરતું કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે તે પૂર્વે વડોદરા દિવાળીપુરા સ્થિત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમ જ તમામ કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેકિંગ

Vadodara Court Bomb Threat: વડોદરામાં દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સાવચેતીના પગલા રૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. હાલ પૂરતું કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે તે પૂર્વે વડોદરા દિવાળીપુરા સ્થિત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમ જ તમામ કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે. 

વડોદરા શહેરની વિવિધ શાળાઓ કોલેજ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકીના પગલે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ તે દિવસે કોઇપણ પ્રકારની સ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. જેથી પોલીસ વિભાગે રાહતનો દમ લીધો હતો .

વડોદરા કોર્ટને ટૂંકા ગાળામાં બીજી વખત ઉડાવી દેવાની મળી ધમકી

અગાઉ પણ વડોદરા કોર્ટને બોમ્બની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો, જેની તપાસ અકોટા પોલીસ અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, કલાકોની તપાસ બાદ તે સમયે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી અને ધમકી અફવા સાબિત થઈ હતી. પરંતુ, આજે ફરીથી આવી જ ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે. કોર્ટ સંકુલમાં લોકોના ટોળેટોળા જામ્યા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ

તપાસ એજન્સીઓ એક્શનમાં

ઘટનાની ગંભીરતાને જોતા સાયબર સેલ ફરી એકવાર સક્રિય થયું છે જેથી આ મેલ કે મેસેજ ક્યાંથી આવ્યો છે તેનું મૂળ શોધી શકાય. વારંવાર મળતી આ પ્રકારની ધમકીઓ પાછળ કોઈ તોફાની તત્વોની છેડછાડ છે કે કોઈ ઊંડી વ્યૂહનીતિ, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.