વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે અને વર્તમાન બોર્ડની મુદત તારીખ 9 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. તે અગાઉ લગભગ સ્ટેન્ડિંગ કમિટીની વર્તમાન બોર્ડની કહેવાથી આ સપ્તાહની બેઠકમાં એક ઝાટકે રૂપિયા 60 કરોડના કામ રજૂ કરી દેવામાં આવ્યા છે. જે પૈકી મોટાભાગના કામ વાર્ષિક ઇજારાના રજૂ કરવામાં આવ્યા છે. તા.6 માર્ચના રોજ મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેના અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કોર્પોરેશનમાં વર્તમાન બોર્ડનું બોર્ડની મુદત તારીખ 9 માર્ચના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની કદાચ તારીખ 6ના રોજ મળનાર આ બેઠક લગભગ વર્તમાન બોર્ડની અંતિમ બેઠક હોઈ શકે છે. જો મ્યુનિસિપલ કમિશનર ઈચ્છે તો આગામી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે વર્તમાન બોર્ડની પૂર્ણ થનાર મુદતના અંતિમ દિવસે તા.9 માર્ચના રોજ હજુ વધુ એક સ્ટેન્ડિંગ કમિટી બોલાવી શકે છે. પરંતુ આ મામલે પડતર કામ અને ફાયદો પર ખૂબ આધાર રાખવામાં આવી રહ્યો છે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં એક ઝાટકે રૂ.60 કરોડના કામ રજૂ કરી દેવામાં આવ્યા છે. જે પૈકી મોટાભાગના વાર્ષિક ઇજારાના કામો કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. વિવિધ કામની વાત કરીએ તો, પાણી પુરવઠાના રૂપિયા 12.50 લાખ, પશ્ચિમ ઝોનના રૂપિયા 1.61 કરોડ, મિકેનિકલના રૂપિયા 34.07 લાખ, આઇટી વિભાગના રૂપિયા 17.50 લાખ, ગાર્ડન વિભાગના રૂપિયા 1.20 કરોડ, રોડના રૂ.9.03 કરોડ, સ્ટ્રીટ લાઇટના રૂ.4.73 કરોડ, સોલિડ વેસ્ટના રૂપિયા 4.38 કરોડ, બ્રીજ શાખાના 3.49 કરોડ અને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના રૂ.6.34 કરોડના કામો રજૂ કરવામાં આવ્યા છે. એવી જ રીતે ઈલેક્ટ્રીક સુવેઝના રૂપિયા 81.4 લાખ, પાણી પુરવઠા વિભાગના રૂપિયા 2.04 કરોડ, વરસાદી વિભાગના રૂપિયા 9.43 કરોડ, ડ્રેનેજ વિભાગના રૂપિયા 1.35 કરોડ, ડ્રેનેજ વરસાદી શાખાના રૂપિયા 7.09 કરોડ અને બિલ્ડીંગ શાખાના રૂપિયા 7.7 કરોડ સાથે અધધ રૂપિયા 60 કરોડના કામો એક ઝાટકે રજૂ કરવામાં આવ્યા છે. પાલિકાના વર્તમાન બોર્ડની આ લગભગ અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોઇ મોટાભાગના કામોને મંજૂરી આપવાનો તખ્તો ગોઠવવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે. આ મામલે સત્તા પક્ષ પણ ખૂબ હકારાત્મક રીતે નિર્ણયો લે એવું અનુમાન છે.









