Gujarat

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ

By GS TEAM
25 Aug 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 2.68 કરોડ છે અને આ પૈકી 46.57 લાખ એટલે કે 17.24 ટકા વાહનો હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) નંબર પ્લેટ વગર જ રસ્તામાં ફરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ
AI IMAGE

Gujarat has 2.68 crore vehicles : ગુજરાતમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 2.68 કરોડ છે અને આ પૈકી 46.57 લાખ એટલે કે 17.24 ટકા વાહનો હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) નંબર પ્લેટ વગર જ રસ્તામાં ફરી રહ્યા છે. 

દેશના જે રાજ્યમાં સૌથી વધુ વાહનો એચએસઆરપી વગર ફરતા હોય તેવા મોટા રાજ્યોમાંથી આંધ્ર પ્રદેશ 88.80 ટકા સાથે મોખરે છે. આંધ્ર પ્રદેશમાં કુલ વાહનોની સંખ્યા 1.84 કરોડ છે અને તેમાંથી 1.84 કરોડ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ જ નથી. આ સિવાય કેરળમાં 74.55 ટકા, મઘ્ય પ્રદેશમાં 73.24 ટકા, તામિલનાડુમાં 68.70 ટકા, મહારાષ્ટ્રમાં 53.95 ટકા, દિલ્હીમાં 53.59 ટકા, ઉત્તર પ્રદેશમાં 44.77 ટકા વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વગર ફરે છે. 

એચએસઆરપી નંબર પ્લેટ સરેરાશ સૌથી વધુ વાહનોમાં હોય તેમાં જમ્મુ કાશ્મીર 6 ટકા સાથે મોખરે છે. સમગ્ર દેશમાં સરેરાશ 49.69 ટકા વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વગર ફરી રહ્યા છે. સૌથી વધુ નોંધાયેલા વાહનોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ 5.18 કરોડ સાથે મોખરે અને ગુજરાત પાંચમાં સ્થાને છે.