Gujarat

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત, પોલીસે તપાસ હાથ ધરી

By GS TEAM
22 Nov 20251 min read
TukuTouch Logo
સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા સાયણ ગામમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે. સાયણમાં અખંડદીપ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળેથી સામાન ઉતારતા સમયે લિફ્ટ તૂટી પડી હતી. જે દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત, પોલીસે તપાસ હાથ ધરી
AI Image

Surat News: સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા સાયણ ગામમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે. સાયણના આદર્શ નગર-2ના અખંડદીપ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળેથી સામાન ઉતારતા સમયે લિફ્ટ તૂટી પડી હતી. જે દુર્ઘટનામાં બે પરપ્રાંતીય કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં રિકી મહંતો અને કિશન નામના 2 યુવા કામદારોના મોત થયા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.