Gujarat

જુદી-જુદી સ્કીમમાં 300 થી વધુ તેલુગુવાસીઓ પાસે રૂ.5 કરોડનું રોકાણ કરાવી ફરાર સંચાલકના બે પુત્રની ધરપકડ

By GS Team
3 Feb 20221 min read
This article was originally published on 3 Feb 2022
જુદી-જુદી સ્કીમમાં 300 થી વધુ તેલુગુવાસીઓ પાસે રૂ.5 કરોડનું રોકાણ કરાવી ફરાર સંચાલકના બે પુત્રની ધરપકડ

- પોતાના ઘરમાં જ ઓફિસ શરૂ કરી વીશી અને ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરાવી 12 રોકાણકારોના રૂ.63.24 લાખ મુદ્દતે નહીં ચૂકવી સ્કીમ બંધ કરી ફરાર નરસૈયા, તેના ત્રણ પુત્રો અને પુત્રવધુ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, ગુરુવાર

સુરતના લીંબાયત વિસ્તારના 300 થી વધુ તેલુગુવાસીઓ પાસે જુદીજુદી સ્કીમમાં 300 થી વધુ તેલુગુવાસીઓ પાસે રૂ.5 કરોડનું રોકાણ કરાવી ફરાર સંચાલકના બે પુત્રની લીંબાયત પોલીસે ધરપકડ કરી છે.

સુરતના લીંબાયત વિસ્તારના 300 થી વધુ તેલુગુવાસીઓ પાસે જુદીજુદી સ્કીમમાં રૂ.5 કરોડનું રોકાણ કરાવી સંચાલક પખવાડીયાથી ફરાર સંચાલક નરસૈયા ચંદ્રસ્યા સાધુલા, તેના ત્રણ પુત્રો મુરલી, લક્ષ્મણ, શેખર અને પુત્રવધુ સ્વપ્ના શેખર ચંદ્રૈયા વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં રૂ.63.24 લાખની છેતરપિંડીની ફરિયાદ બે દિવસ અગાઉ નોંધાઈ હતી. પોતાના ઘરમાં જ ઓફિસ શરૂ કરી વીશી અને ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરાવી 12 રોકાણકારોના રૂ.63.24 લાખ મુદ્દતે નહીં ચૂકવી સ્કીમ બંધ કરી નરસૈયા અને પરિવારના સભ્યો ફરાર થઈ ગયા હતા. લીંબાયત પોલીસે આ બનાવમાં ગતસાંજે સંચાલક નરસૈયા ચંદ્રસ્યા સાધુલાના બે પુત્ર લક્ષ્મણ ( ઉ.વ.31 ) અને રાજશેખર ( ઉ.વ.30 ) ની ધરપકડ કરી હતી.