Get The App

બે મુસાફરોએ ટિકિટ ચેકરનો કોલર પકડી ઝપાઝપી કરી, રેલવે પોલીસે ગુનો નોંધ્યો

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
બે મુસાફરોએ ટિકિટ ચેકરનો કોલર પકડી ઝપાઝપી કરી, રેલવે પોલીસે ગુનો નોંધ્યો 1 - image

નડિયાદ રેલવે સ્ટેશન પર હાપા-નાહરલગુન એક્સપ્રેસમાં 

ભીડ હોવાથી આગળ જવાનું કહેતા મુસાફરોએ ટિકિટ ચેકરને નખથી ઉઝરડાં અને બચકું ભર્યું 

નડિયાદ: નડિયાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી હાપા-નાહરલગુન એક્સપ્રેસ ટ્રેનમાં સામાન સાથે બેઠેલ મુસાફરને ભીડ હોવાથી આગળ જવાનું કહેતા બંને મુસાફરોએ ટિકિટ ચેકર સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના ગોતા હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેતા વિજય બાદરભાઈ દત્ત (ઉં.વ.૪૨) પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનમાં સિનિયર ટી.ઈ. તરીકે છેલ્લા ૬ વર્ષથી ફરજ બજાવે છે. તેઓ બુધવારે અમદાવાદથી આણંદ સુધી ટિકિટ ચેકિંગમાં હતા. આ દરમિયાન હાપા - નાહરલગુન એક્સપ્રેસ ટ્રેનમાં સ્ટાફ સાથે ટિકિટ ચેકિંગની ફરજ બજાવતા હતા. ટ્રેન નડિયાદ રેલવે સ્ટેશનથી પસાર થયા પછી કોચ નં. એસ-ટુમાં ટિકિટ ચેકિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન પેસેન્જરોની ભારે ભીડ હોવાથી કોચના કોરીડોરમાં કેટલાક પેસેન્જરો સામાન સાથે બેઠેલા હોવાથી આવવા જવામાં મુસાફરોને મુશ્કેલી પડતી હોવાથી કોરીડોરમાં બેઠેલા પેસેન્જરોની ટિકિટ ચેક કરી તેને વધુ ભીડ હોવાથી આગળ જવા માટે જણાવતા પેસેજર ગુસ્સે થઇ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી તેને અપશબ્દો બોલવાની ના કહેતા પેસેન્જરે ટિકિટ ચેકરના કોલર પકડી લઇ ઝપાઝપી કરવા લાગ્યો હતો, આ ઝપાઝપી દરમિયાન ટિકિટ ચેકર વિજયભાઈ દત્તના ચહેરા ઉપર નખથી ઉઝરડા કરી ઇજા પહોંચાડી હતી. જેથી પ્રતિકાર કરતા તેના ભાઇએ ચેકરની જાંગ ઉપર બચકું ભરી લીધું હતું. આ ઝઘડા દરમિયાન સાથી કર્મચારીઓએ આવીને તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ રાજકુમાર સૈનીએ રેલવે કંટ્રોલમાં જાણ કરી હતી. આ ટ્રેન આણંદ રેલવે સ્ટેશન પર આવતા આર.પી.એફ. ના કર્મચારીઓએ રેલવેના કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરનાર બંને પેસેન્જરોને નીચે ઉતારી તેમનું નામઠામ પુછતાં રમજાનઅલી શેખ અને સાબીરઆલમ શેખ (બંને રહે. પશ્ચિમ પાંચસોરશિયા, પશ્ચિમ બંગાળ) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે રમજાનઅલી અને સાબીરઆલમ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.