Get The App

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો 1 - image

યુવાનને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા

મિત્રને વ્યાજે રૃપિયા આપવાની ના પાડતા બે શખ્સે માર મારી ધમકી આપી

ભાવનગર -  તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા યુવાન મિત્રને વ્યાજે રૃપિયા આપવાની ના પાડતા બે ઇસમોએ યુવાનને જ્ઞાાતિ વિરુદ્ધ અપમાનિત કરી લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા અને સેન્ટિંગનું કામ કરતા અનિલભાઈ લાલજીભાઈ પરમારના મિત્ર હરેશભાઈ ઉર્ફે જલવાએ હર્ષદ મુળજીભાઈ ધાધલ્યા પાસે વ્યાજે પૈસા આપવાની માંગણી કરતો હતો.અને અનિલભાઈ આ રૃપિયા આપવાની હર્ષદને ના પાડતા હોય તેની દાજ રાખી હતી.દરમિયાનમાં અનિલભાઈ અને તેનો મિત્ર હરેશભાઈ ઉર્ફે જલવા બન્ને અલગ અલગ મોટરસાયકલ લઈને દિહોર ગામની હોટલમાં જમવા માટે જતા હતા.તે દરમિયાન યશપાલસિંહ કિશોરસિંહ ગોહિલએ અનિલભાઈને જ્ઞાાતી વિશે અપમાનીત કરી પોતાની હોટલ માથી કાઢી મુકી તથા હર્ષદ મુળજીભાઈ ધાધલ્યાએ ગાળો આપી જ્ઞાાતી વિષયક અપમાનીત કરી ઢીકા પાટુ અને લોખંડના પાઈપ વતી અનિલભાઈને માથાનાં ભાગે ઇજા પહોંચાડી ધમકી આપી હતી.યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેસેડવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે અનિલભાઈએ બે શખ્સ વિરૃધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.