Gujarat

નગરાળા ગામે બે વ્યક્તિને માર મારી 32 હજારની લૂંટ

By GS Team
1 Nov 20191 min read
This article was originally published on 1 Nov 2019
નગરાળા ગામે બે વ્યક્તિને માર મારી 32 હજારની લૂંટ

દાહોદ તા.1 નવેમ્બર 2019 શુક્રવાર

દાહોદ તાલુકાના નગરાળા ગામે  ત્રણ જેટલા  શખ્સોએ એક  બાઇક પર સવાર બે વ્યક્તિઓની  બાઇકને રસ્તામાં રોકી  માર મારી  સોના તેમજ ચાંદીના દાગીના વગેરે મળી કુલ  રૂ.32 હજાર ની મત્તાની  લૂંટ ચલાવી ભાગી ગયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.

મળતી વિગતો અનુસાર દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે કટારા ફળિયામાં રહેતા સોહનભાઈ કાજુભાઈ મીનામા તથા વિશાલભાઈ ગત તા.૨૮ઓક્ટો. ના રોજ બાઈક લઈ દાહોદ તાલુકાના નગરાળા ગામેથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે દાહોદ તાલુકાના નગરાળા ગામે જ રહેતા શૈલેષભાઈ રાજુભાઈ માવી, અનિલભાઈ ભુરજીભાઈ માવી તથા બીજા એક અજાણ્યો ઈસમ  સહિત ત્રણ જણા પોતાની સાથે આવી સોહનભાઈની મોટરસાઈકલને ઓવર ટેક કરી તેમને ઉભા રાખી સોહનભાઈ તથા વિશાલભાઈને લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેઓની પાસેથી રોકડા  રૂ. 15 હજાર રૃપિયા રોકડા,  હાથમાં પહેરેલ ચાંદીના ભોરીયા હાથમાં પહેરેલ ચાંદીના અંગુઠા, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ.32 હજાર  ની મત્તાની લુંટ ચલાવી ત્રણેય ઈસમો ભાગી ગયા હતા.

 આ સંબંધે લૂંટનો ભોગ બનેલ સોહનભાઈ કાજુભાઈ મીનામાએ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.