Get The App

શહેરના ખેડૂતવાસમાં માતા - પુત્રી પર 2 ઈસમોનો હુમલો

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
શહેરના ખેડૂતવાસમાં માતા - પુત્રી પર 2 ઈસમોનો હુમલો 1 - image

બે શખ્સ સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ

ઇંટના ઘા કરી નાનકડી પુત્રીને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવી

ભાવનગર - ખેડૂતવાસમાં પુત્રીને લેવા ગયેલી માતાને બે ઈસમોએ ગાળો આપી ઇંટના ઘા કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.અને પુત્રીને ઇજા પહોંચાડતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ખેડૂતવાસ ખાતે રહેતા રીનાબેન ગૌતમભાઈ વાઘેલાની ચારેય દિકરી રીનાબેનની માતા વસંતબેનના ઘરે રમવા માટે ગયા હતા. જેને લેવા માટે રીનાબેન ગયા ત્યારે કાનો દીનાભાઈ વાજા તથા ચેતન દીનાભાઈ બન્ને રીનાબેન સાથે બોલાચાલી ઝગડો કરતા હતા. અને કાના સાથે મારી બહેનએ પ્રેમ લગ્ન કરેલા હતા. પરંતુ પાંચ વર્ષથી અન્ય જગ્યાએ ભાગી ગયેલ હોય તેમ કહી રીનાબેનની માતા વસંતબેન સાથે ઝગડો કરી ગાળો આપી માતા પુત્રીને બન્ને ઈસમે શરીરે મુઢ માર મારેલ અને ઇંટ લઇને છુટ્ટો ઘા મારતા રીનાબેનની દિકરી હસ્તીને કપાળ ઉપર મારી ઇજા પહોંચાડી હતી.અને ચેતન તેના ઘરમાંથી તલવાર લઈને આવેલ અને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઇજાગ્રસ્ત પુત્રીને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે રીનાબેન બે ઇસમ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.