Get The App

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ 1 - image

Jamnagar : જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જુદી-જુદી 3 સભ્યોની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ રહી છે. 

જેમાં 1 વન વિભાગના કર્મચારી, 1 વાઈલ્ડ ફોટોગ્રાફર, અને 1 પક્ષી વીદ સહિતના ત્રણ સભ્યોની ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારમાં પક્ષીની ગણતરી શરૂ કરાશે. ખીજડીયા પક્ષી અભ્યારણ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પાર્ટ-1 અને પાર્ટ-2 બંનેમાં એકીસાથે પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવશે.

પક્ષી ગણતરીની કામગીરી દરમિયાન તા.6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરીના દિવસોએ પ્રવાસીઓ માટે બંધ રખાયું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત 12 કી. મી. જેટલું અને જામનગર-રાજકોટ હાઈવેથી 3 કિ.મી. દૂર આવેલું છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન પાકિસ્તાન સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે. 

આ પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની સમસર સાઈટ તરીકેનો દરરજો મળતાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો 'રાજા' ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથાભેટ ક્રિસ્ટેડ, કિપ કોમન પીચાઇ, વાઈટ આઈવીસ, ડાઈમેશન પેલિકન પક્ષીઓની આવક વધુ રહે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઈકો-સિસ્ટમ તેમજ દુર્લભપક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળે છે.