Gujarat
અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા
By GS TEAM
22 Feb 20261 min read

વડોદરા, તા.22 વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં રેન્જ આઇજીની ઓચિંતી મુલાકાતમાં અરજીની તપાસમાં ખામીઓ જણાતા બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હેડ ક્વાર્ટરમાં તાત્કાલિક અસરથી બદલીના હુકમો કર્યા છે.
વડોદરા રેન્જ આઇજી સંદિપસિંહ ગઇકાલે પાદરા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચતા સ્થાનિક પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. રેન્જ આઇજીએ તાત્કાલિક કેસોનો અભ્યાસ શરૃ કર્યો હતો તેમજ અરજીઓ સંબંધિત માહિતીઓ જાણી હતી. પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સ્ટાફ સાથે પણ જરૃરી ચર્ચા કરી હતી જો કે અરજીની તપાસમાં કેટલીક ખામીઓ જણાતા તેમણે બે એએસઆઇ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.
પાદરા પોલીસ સ્ટેશનના બે એએસઆઇ પુનીત વાલાભાઇ અને સજુભાની તાત્કાલિક અસરથી હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી હતી. રેન્જ આઇજીનો આ નિર્ણય જિલ્લા પોલીસબેડામાં ચર્ચાનો મુદ્દો પણ બન્યો હતો.








