Get The App

ATMમાં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેતા બે ઝડપાયા

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંનેને ઝડપી લીધા : ત્રણ ગુનાનો ભેદ ઉકલ્યો

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ATMમાં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેતા બે ઝડપાયા 1 - image

વડોદરા,એ.ટી.એમ.માં પતરાની પટ્ટી લગાવી રૃપિયા ઉપાડવા આવતા ગ્રાહકોના રૃપિયા પડાવી લેવાની ઘટનામાં બે આરોપીઓને વાડી પોલીસે ઝડપી પાડયા છે.

જે.પી.રોડ અને વાડી  પોલીસ સ્ટેશનમાં  એ.ટી.એમ.માં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેવાના બે કિસ્સા અંગે ગુનો દાખલ થયો હતો. એ.ટી.એમ.માંથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન શૌભીત ઉર્ફે રોહિત રાકેશપ્રસાદ મિશ્રા તથા સૂરજકુમાર રાજેશભાઇ તિવારી (બંને રહે.મુજમહુડા બાલમંદિર પાસે, મૂળ રહે. યુ.પી.) ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ  પાસેથી રોકડા ૮,૬૦૦, બે મોબાઇલ ફોન સહિત ૨૩,૬૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરૃદ્ધ વધુ એક ગુનો મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે. જેમાં આરોપીઓએ ૨૦,૫૦૦ રૃપિયા પડાવી લીધા હતા.