Get The App

વિદેશી દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત

ચપ્પુની અણીએ લૂંટ કરનાર આરોપીને પાસા હેઠળ જેલમાં મોકલાયો

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત 1 - image

વડોદરા,દારૃ અને ચોરીના ગુનામાં સામેલ ૪ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની  અલગ - અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

દારૃના કેસમાં સામેલ આરોપી અર્જુન ઉર્ફે બલ્લે શંકરભાઇ ઠાકોર (રહે. ગણેશનગર,  પ્રતાપગંજ, સયાજીગંજ)ની  પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર તેમજ  અન્ય એક આરોપી રાજ ધર્મેન્દ્રભાઇ પટણી (રહે. લક્ષ્મી ફ્લેટ, વાડી)  ને પાસા  હેઠળ રાજકોટ જેલમાં મોકલી અપાયો છે. તેની સામે દારૃ, રાયોટિંગ અને મારામારીના કેસ નોંધાયા છે.

ચપ્પુની અણીએ મોબાઇલ ફોન લૂંટવાના કેસમાં પકડાયેલા આરોપી મિતેશ જગદીશભાઇ પરમાર (રહે.  હરિદર્શન એપાર્ટમેન્ટ, રણોલી) ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ તેમજ ચોરીના ગુનામાં સામેલ આરોપી આકાશ વેલાજીભાઇ ઠાકોર (રહે. બાવચાવાડ, પાણીગેટ) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.