Get The App

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા 1 - image

વડોદરાઃ સનફાર્મા રોડ પરથી દસ દિવસ પહેલાં ટ્રોલી સાથે ટ્રેક્ટર ચોરવના બનેલા બનાવનો ભેદ ઉકેલાયો છે.

સનફાર્મા રોડ પર ગઇ તા.૧૪મીએ પાર્ક કરેલા ટ્રોલી સાથેના ટ્રેક્ટરની ચોરી થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી હતી.

આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે દેણા તરફ જઇ રહેલા ટ્રેક્ટર ચાલક તેમજ તેની સાથેના બાઇક ચાલકને અટકાવી તપાસ કરતાં ટ્રેક્ટર ચોરીનું હોવાનું ખૂલ્યું હતું.જેથી પોલીસે બાઇક ચાલક ભરત નાગજીભાઇ ભરવાડ(જીતપુરા, ગોધરા) અને ટ્રેક્ટર ચાલક જયદીપ મગનભાઇ રાઠોડ(યુવા ગામ,બોરસદ)ની ધરપકડ કરી હતી.

આ પૈકી ભરત સામે ઠગાઇ,અકસ્માત સહિત ચાર ગુના અને જયદીપ સામે સગીરા પર દુષ્કર્મ,પેરોલ જમ્પ જેવા ત્રણ ગુના નોંધાયેલા છે.