Gujarat

સાયબર ક્રાઈમ આચરતી ગેંગના બે આરોપીની પાટણથી ધરપકડ, દેશભરમાં સાયબર ફ્રોડની 542 અરજી, રૂ.247 કરોડનું ફ્રોડ

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા સાયબર ક્રાઈમ આચરતી સિન્ડિકેટના બે સભ્યોને પાટણથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી અલગ-અલગ 24 બેંક અકાઉન્ટ મળી આવ્યા છે, જેની સાથે સંકળાયેલી કુલ 542 સાયબર ક્રાઈમની અરજી દેશના અલગ-અલગ રાજ્યમાં નોંધાઈ છે. જેમાંથી ગુજરાતમાં કુલ 70 અરજી નોંધાઈ છે. સમગ્ર સાયબર કૌભાંડમાં આરોપીઓએ રૂ.247 કરોડના સાયબર ફ્રોડને અંજામ આપ્યું છે. કેસ મામલે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે 2 આરોપીની પાટણથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ક્રાઈમ આચરતી ગેંગના બે આરોપીની પાટણથી ધરપકડ, દેશભરમાં સાયબર ફ્રોડની 542 અરજી, રૂ.247 કરોડનું ફ્રોડ

Gandhinagar News : ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા સાયબર ક્રાઈમ આચરતી સિન્ડિકેટના બે સભ્યોને પાટણથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી અલગ-અલગ 24 બેંક અકાઉન્ટ મળી આવ્યા છે, જેની સાથે સંકળાયેલી કુલ 542 સાયબર ક્રાઈમની અરજી દેશના અલગ-અલગ રાજ્યમાં નોંધાઈ છે. જેમાંથી ગુજરાતમાં કુલ 70 અરજી નોંધાઈ છે. સમગ્ર સાયબર કૌભાંડમાં આરોપીઓએ રૂ.247 કરોડના સાયબર ફ્રોડને અંજામ આપ્યું છે. કેસ મામલે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે 2 આરોપીની પાટણથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, દેશમાં સાયબર ફ્રોડની અલગ-અલગ ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગર સાયબર ક્રાઈમની ટીમે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કસરાના રહેવાસી શૈલેષ ચૌધરી અને દિલીપ ચૌધરી નામના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ટેલિગ્રામ એકાઉન્ટ બનાવીને થર્ડ પાર્ટીનો OTP એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા અને અલગ-અલગ રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા. 

આ પણ વાંચો: ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

સાયબર ક્રાઈમના જણાવ્યા અનુસાર, આરોપી દ્વારા ભાડે બેંક ખાતા ખોલાવીને છેતરપિંડીની રકમ તેમાં ટ્રાન્સફર કરતા હતા. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. સાયબર ફ્રોડ કેસનો સાગર નામનો મુખ્ય આરોપી દુબઈમાં હોવાનું જણાય છે. પોલીસે સમગ્ર કેસ મામલે વધુ તપાસ હાથ ધરી છે.