Get The App

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર 1 - image

ગાંધીનગરમાં ગઠિયાઓનો વધતો જતો તરખાટ

ઘર પાસે ચાલવા નીકળેલો યુવાન બહેન સાથે વાત કરતો હતો તે દરમિયાન ઘટના બની

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સુઘડ પાસે આવેલી પાર્શ્વનાથ એટલાન્ટિક વસાહતમાં રહેતો યુવાન રાત્રિના સમયે ચાલવા નીકળ્યો હતો તે દરમિયાન બાઈક ઉપર આવેલા બે ગઠિયાઓ તેના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ ચાલતા જઈ રહેલા વ્યક્તિઓને પણ નિશાન બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ગામની પાર્શ્વનાથ એટલાન્ટિક વસાહતમાં રહેતા અને મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરી વર્ક ફ્રોમ હોમ કરતા યુવાન સૌરભ અનિતકુમાર ઝાને નિશાન બનાવવામાં આવ્યો છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે સૌરભ નિત્યક્રમ મુજબ ગત સોમવારના રોજ સાંજે જમીને ઘર પાસે રોડ ઉપર ચાલવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તે નવી બની રહેલી અધીરત સેલ્સ ગેલેરીની સાઈટ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી કાળા રંગના બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તે તેની બહેન સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો તે દરમિયાન તેના હાથમાં રહેલો ફોન ઝૂંટવીને આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે તે શરૃઆતમાં ગભરાઈ ગયો હતો પરંતુ ત્યાર પછી તેમનો પીછો કર્યો હતો પરંતુ તે હાથ આવ્યા ન હતા. જેથી આ ઘટના સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૪૦ હજારના મોબાઈલની ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.