Get The App

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન

૧૧ ટીમોના ૬૦ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી, કોર્પોરેટ વર્તુળમાં રમત પ્રત્યેનો જુસ્સો દેખાયો

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન 1 - image

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટીએબી) દ્વારા તા.૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ દરમિયાન ટીટીએબી-એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે યુટીટી કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ નું આયોજન કરાયું હતું.

જેમાં કંપનીઓ અને સંસ્થાઓમાંથી કુલ ૧૧ પુરુષ ટીમોએ ભાગ લીધો હતો. આશરે ૬૦ ખેલાડીઓ (૫૪ પુરુષ અને ૬ મહિલા)એ ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ જેવી વિવિધ ઇવેન્ટ્સમાં પોતાની પ્રતિભા રજૂકરી હતી.

પુરુષોની ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીટીએબી સ્મેશર્સે ટી સ્ક્વેરને ૩-૧થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ટી સ્ક્વેરએ સિલ્વર મેડલ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાની ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા.

આ ઉપરાંત વ્યક્તિગત ઇવેન્ટ્સ વિજેતાઓમાં મેન્સ સિંગલ્સમાં દીપક ડિમરી, મહિલા સિંગલ્સમાં શીતલ શાહ,મેન્સ ડબલ્સમાં ચિરાગ ગોલાનિયા અને અમરસિંહ રાણા,મિક્સ ડબલ્સમાં એલ.વી. ઠાકરે અને શીતલ શાહ નો સમાવેશ થાય છે.