Get The App

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ 1 - image

Vadodara Police : વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને માહિતી મળી હતી કે, બંધ બોડીની કર્ણાટક પાસિંગની એક ટ્રક વિદેશી દારૂ ભરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સુરત શરૂ થઈ વડોદરા તરફ આવી રહી છે. જેથી પોલીસની ટીમને કરજણ પોલીસ સ્ટેશનની હદમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળા ટ્રકને ઉભો રખાવ્યો હતો અને ડ્રાઈવરનું નામ પૂછતાં પોતાનું નામ ભવરલાલ મોટા રામ જાટ (રહે.કબૂલોની આશા કલા બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાંથી વિદેશી દારૂની 47280 બોટલ કિંમત રૂ.1.47 કરોડની કબજે કરી હતી. પોલીસે દારૂ સાથે 1.62 કરોડનો માલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીએ સાચોરના રાજેન્દ્રકુમાર ગોવાથી દારૂનો જથ્થો ભરી આપી આણંદ ખાતે પહોંચાડવાની કબૂલાત કરી.