Get The App

પાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
પાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ 1 - image

Surat News: છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા સુરત શહેરમાં આગામી નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનની ઝડપ જોવા મળે તેવી શક્યતા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ હવે હકીકત બનવા તરફ એક મોટું પગલું આગળ વધી રહ્યો છે. સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું છે. આ ટ્રાયલ સાથે શહેરને આધુનિક, ઝડપી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા મળવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. 

ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ નિર્ણય પર પહોંચી ગયો છે. સુરતમાં આજે 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટ રુટ પર ટ્રાયલ રન પુરો થતા સુરતમાં ઝડપી મેટ્રો દોડતી જોવા મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. જેના કારણે  સુરતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં 500 કલાકની કડક ટેક્નિકલ અને સલામતી ચકાસણી થયા બાદ  સુરતવાસીઓને આધુનિક, ઝડપી અને સુવિધાસભર મેટ્રો સફરની ભેટ મળવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે

સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ના કારણે લોકોને નડતી મુશ્કેલીના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ટ્રાફિક સમસ્યા ઉપરાંત મેટ્રોની કામગીરી ચાલતી હતી ત્યાં લોકોના રોજગારીના પ્રશ્નો પણ ઉભા થયા હતા. આ વિવાદ વચ્ચે  ટ્રેક બિછાવવાનું કામ તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલની સ્થાપના પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે કુલ સાત મેટ્રો સ્ટેશન બિલ્ડિંગ સ્ટ્રક્ચર નું કામ પણ પૂર્ણ થયું છે, જ્યારે એન્ટ્રી-એક્ઝિટ અને ફિનિશિંગ કામમાં ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. મેટ્રો ટ્રેનનું ટ્રાયલ આશરે ૫૦૦ કલાક સુધી હાથ ધરાશે, જેમાં તમામ ટેકનિકલ અને સલામતી સંબંધિત પાસાઓની ચકાસણી કરવામાં આવશે.

મેટ્રોના અધિકારીઓ દ્વારા સુપરવિઝન અને મંજૂરી મળ્યા બાદ  આજથી શરૂ થયેલ આ ટ્રાયલ રન સુરત મેટ્રોને વહેલી તકે જાહેર માટે ખુલ્લી મુકવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે, જેના પરિણામે શહેરના પરિવહનમાં આધુનિકતા સાથે ગતિ અને સુવિધામાં નોંધપાત્ર વધારો થવાનો દાવો થઈ રહ્યો છે. જોકે, પાલિકાની ચૂંટણી પહેલા મેટ્રો ટ્રાયલ રન  સુરતના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.