Get The App

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત 1 - image

Jamnagar Accident : જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ તા.26 ના રોજ સવારે આશરે નવ વાગ્યાના સમયે ધ્રોલથી પૂર્વ તરફ આશરે બે કિલોમીટર દૂર રાજકોટ-જામનગર હાઇવે પર એસઆર પેટ્રોલ પંપ સામે આ બનાવ બન્યો હતો.

ફરિયાદ મુજબ, ફરિયાદી રફીકભાઈ ઇકબાલભાઈ શેખના પુત્ર અમીરભાઈ (ઉ.વ.45) પોતાનું ટી.એન.37 સી.ક્યુ. 4699 લઈને જામનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક નંબર જી.જે.36 એક્સ 5004 ના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી અચાનક કટ પરથી વાળતા બાઈક સવારને જોરદાર અડફેટે લીધો હતો.

 આ અકસ્માતમાં અમીરભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

 આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.