Gujarat

વડોદરામાં યુવકને 'સ્ટંટ' ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, અકસ્માતમાં મોત

By GS TEAM
23 Jan 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જોખમી સ્ટંટના કારણે વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને પૂરઝડપે બાઈક ચલાવવાનો પ્રયાસ યુવક માટે કાળ સાબિત થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં યુવકને 'સ્ટંટ' ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, અકસ્માતમાં મોત

Vadodara Accident: વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જોખમી સ્ટંટના કારણે વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને પૂરઝડપે બાઈક ચલાવવાનો પ્રયાસ યુવક માટે કાળ સાબિત થયો હતો.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, મોડી રાત્રે જ્યારે વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર એક યુવકે અત્યંત જોખમી સ્ટંટ શરૂ કર્યો હતો. આ યુવકે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની કાળી થેલી બાંધી દીધી હતી જેથી તેને સામેનું કંઈ દેખાય નહીં. આ હાલતમાં તેણે બાઈકને પૂરઝડપે હંકારવાનું શરૂ કર્યું હતું. થોડે દૂર ગયા બાદ, અંધારામાં અને આંખે પાટા જેવી સ્થિતિમાં યુવકે બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. પૂરઝડપે દોડતું બાઈક રોડ પર સ્લીપ મારી ગયું હતું અને યુવક હવામાં ફંગોળાઈને જોરદાર રીતે રોડ પર પટકાયો હતો. 

આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો: વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત

પોલીસ તપાસ અને યુવા પેઢીને ચેતવણી

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે બાઈકના નંબરના આધારે યુવકની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર વડોદરાના બ્રિજ પર રાત્રિના સમયે થતા સ્ટંટ અને સ્પીડના શોખીનો સામે લાલ આંખ કરી છે.