Gujarat

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી

By GS TEAM
3 Apr 20261 min read
વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી

ધોળકાના બસ સ્ટેન્ડ-માલવર રોડ પર

રસ્તા પર લારીઓ અને વેપારીઓ ટેબલના કારણે રોડ સાંકડો બનાતા વાહન ચાલકોને હાલાકી

ધોળકાધોળકા શહેરમાં વેપારીઓના આડેધડ દબાણ અને મુખ્ય માર્ગો પર થતા અવ્યવસ્થિત પાકગને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હજારો લોકો અને એસટી બસોને ટ્રાફિકમાં અટવાતા રોષ જોવા મળી રહ્યો છે.

ધોળકા શહેર હાલ ટ્રાફિક અને દબાણની ગંભીર સમસ્યાથી ઘેરાયેલું છે. શહેરના મુખ્ય બજારોમાં વેપારીઓએ દુકાનોની બહાર ટેબલો અને ચીજવસ્તુઓ ગોઠવી અડધા રસ્તા સુધી દબાણ કર્યું છે, જેના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા મળતી નથી. ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડથી મલાવ રોડ સુધીનો વિસ્તાર ટ્રાફિક પોઈન્ટ બની ગયો છે.

મલાવ રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાનો પાસે ગ્રાહકો પોતાના વાહનો રસ્તા પર જ પાર્ક કરી દેતા હોવાથી અહીંથી પસાર થતી એસટી બસો કલાકો સુધી અટવાયેલી રહે છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ નીકળવું મુશ્કેલ બને છે. સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી દબાણો દૂર કરે અને આડેધડ પાકગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરી ટ્રાફિક પોલીસની તૈનાતી વધારે.