Get The App

જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત 1 - image

જામનગરમાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી અને 27 વાહન ડિટેઇન કરવા માં આવ્યા હતા. તેમજ હાજર દંડ ની પણ વસૂલાત કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક  ડો.રવિ મોહન સૈની  એ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ, કાર મા બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો તથા  જી.પી.એકટ, કેફી પીણુ પીધેલ હાલતમા વાહન ચલાવતા વાહન  ચાલક  વિરૂધ્ધ  કાયદેસર કાર્યવાહી અંગેની  સ્પેશ્યલ  ટ્રાફિક  ડ્રાઇવ માટે સૂચનાઆપી હતી. જેથી  જામનગર જીલ્લા પોલીસ દ્રારા તા.28/02/2026ના રોજ  સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી.

જેમાં  એમ.વી.એકટ કલમ-207 હેઠળ 27 વાહન ડીટેઇન કરવામાં આવ્યા.હતા. , એમ.વી.એકટ કલમ-185 હેઠળ 12 કેસ ,  હથિયાર  જાહેરનામા ભંગ હેઠળ 5 કેસ, બી.એન.એસ કલમ-281 કેસ અન્વયે 1 કેસ , બી.એન.એસ કલમ-285 હેઠળ એક કેસ , ફોરવ્હીલ કાર મા બ્લેક ફિલ્મ /નંબર પ્લેટ વગરના વાહન /, ફ્રેન્સી નંબર  પ્લેટ વાળા  હેઠળના કુલ કેસો-123 કરવામા આવ્યા છે. એમ. વી. એક્ટ. હાજર દંડ ના 79 કેસમાં  રૂપિયા-68,500ની વસૂલાત કરવામાં આવી હતી. કુલ 831 વાહન ચેક કરવામાં આવ્યા હતા.

આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક  લાલપુર વિભાગ , નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારી, પોલીસ ઇન્સપેકટર તથા એલ.સી.બી. એસ.ઓ.જી, ટ્રાફિક શાખા,પો.સબ ઇન્સ.પેરોલ ફલો સ્કોડ  તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામા આવી હતી.