Get The App

વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર 1 - image

Vadodara Crime : વડોદરાના સમા વિસ્તારમાં રાત્રિના સમયે બાઇક સવાર વેપારી ઉપર હુમલાનો બનાવ બનતા પોલીસે ત્રણ જણા સામે ગુનો નોંધ્યો છે.

છાણી જકાતનાકા પાસે ચિસ્તીયા નગરમાં રહેતા અને સાવલીમાં ઈંટોનો ભઠ્ઠો ચલાવતા શાદાબખાન પઠાણે પોલીસને કહ્યું છે કે, તારીખ ચોથીએ મોડી રાત્રે બાઈક ઉપર હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે સમાની નવારચના સ્કૂલ પાસે એક શખ્સે રોકી સ્ટમ્પ વડે માથામાં તેમજ ખભાના ભાગે ફટકા માર્યા હતા.

અચાનક હુમલો થતા બાઈક મૂકીને હું ભાગવા માંડ્યો હતો જેથી હુમલાખોર મારી પાછળ દોડ્યો હતો. આ વખતે લોકો ભેગા થઈ ગયા હતા અને તે દરમિયાન સ્કૂટર ઉપર બે શખ્સ આવી જતા હુમલાખોર તેમની સાથે બેસીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.