Jamnagar BJP : જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટેની દાવેદારોની સેન્સની પ્રક્રિયા બે દિવસના મંથન બાદ આખરે પૂર્ણ થઈ છે. કુલ 1,575 દાવેદારો સામે આવ્યા હતા, અને નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયાને આખરે ગઈકાલે રાત્રે પૂર્ણ કરવામાં આવી છે, અને વોર્ડવાર આંકડા જાહેર કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર પ્રક્રિયા બે ઝોનમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
જેમાં ઝોન-1 (વોર્ડ 1 થી 8) માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાયેલી પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે કેશવલાલ પટેલ (કેશુભાઈ), ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયી હાજર રહ્યા હતા. આ ઝોનમાં કુલ 277 દાવેદારો નોંધાયા હતા. અને ઝોન-2 (વોર્ડ 9 થી 16) માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને ગૌતમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુલ 306 દાવેદારો નોંધાયા હતા. વોર્ડવાર દાવેદારોની સંખ્યાની દ્રષ્ટિએ વોર્ડ 1માં 25, વોર્ડ 2માં 28, વોર્ડ 3 માં 47, વોર્ડ 4માં 27, વોર્ડ 5માં 34, વોર્ડ 6માં 25, વોર્ડ 7માં 48, વોર્ડ 8માં 43, વોર્ડ 9માં 46, વોર્ડ 10માં 43, વોર્ડ 11માં 43, વોર્ડ 12માં 05, વોર્ડ 13માં 45, વોર્ડ 14માં 44, વોર્ડ 15માં 40, અને વોર્ડના 16માં 40 દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને આ રીતે સમગ્ર સાયન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દાવેદારોની યાદી તૈયાર કરીને પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે.
જામનગર મહાનગરમાં બી.જે.પી.માં કુલ 583 દાવેદારો સેન્સની પ્રક્રિયામાં જોડાયા હતા, જે ભાજપમાં ટિકિટ માટેની સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે. હવે પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


