Get The App

બીમારીથી કંટાળીને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

સવારે ગોરવા કેનાલમાંથી ડિકમ્પોઝ બોડી મળી : પરિવારે ગુમ થયાની જાણ કરી હતી

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
બીમારીથી કંટાળીને  કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું 1 - image

 વડોદરા,બીમારીથી કંટાળીને આધેડે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આજે સવારે તેઓની લાશ ડિકમ્પોઝ થયેલી  હાલતમાં મળી આવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગોરવા ઉંડેરા કેનાલમાંથી આજે સવારે એક ડિકમ્પોઝ બોડી મળી આવી હતી. જે અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ જયેશ મકવાણા, ઉં.વ.૪૪ (રહે. ગોરવા) છે. નાસ્તાની લારી પર નોકરી કરતો જયેશ ત્રણ દિવસ પહેલા ઘરેથી વાળ કપાવવાનું કહીને નીકળી ગયા પછી ગુમ થઇ ગયા  હતા. જે અંગે પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેને કિડનીની બીમારી હતી અને તેનાથી કંટાળીને તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.  પત્ની સાથે અણબનાવ થતા ૧૮ વર્ષ અગાઉ તેઓ છૂટા પડી ગયા હતા.