Get The App

સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું 1 - image

- મૃતકના પિતાએ જમાઈ સાસુ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

- સાસુ સસરા અવર નવાર ત્રાસ આપતા હતા અને પતિ મારઝૂડ કરી ધમકી આપતો હતો

ભાવનગર : ગઢડાના હોળાયા ગામે રહેતી અને બોટાદ ખાતે પરણાવેલી મહિલાને સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ગઢડાના હોળાયા ગામે રહેતા જોરુભાઈ આપભાઇ ગોવાળિયાની પુત્રી નીલમબેન ( ઉ.વ ૨૨ ) ના લગ્ન ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના વર્ષમાં બોટાદ ખાતે રહેતા પ્રવીણભાઈ ખાવડના પુત્ર હરપાલ ખવડ સાથે થયા હતા.અને આ વખતે લગ્ન થયાંથી દિવાળી પહેલા આણું મોકલવાની વાતચીત કરી નક્કી કરવામાં આવ્યું હતું. અને લગ્નના પાંચ દિવસ બાદ રીતી રિવાજ મુજબ નીલમબેન ને તેની સાસરીમાંથી પિયર તેડી લાવ્યા હતા. પરંતુ સાસુ ઇલાબેન પ્રવીણભાઈ ખવડ અને સસરા પ્રવીણ મોટાભાઈ ખવડ કોઈને કોઈ બહાને નીલમબેને સાસરે તેડી જતા હતા.દરમિયાનમાં પિતા પુત્રીને સાસરીમાંથી પરત તેડી લાવ્યા હતા.ત્યારે પુત્રી નીલમબેને માતા પિતાને કહ્યું હતુકે ,સાસુ સસરા નાની મોટી બાબતે મેણા ટોણા મારે છે.જેથી પિતાએ પુત્રી નીલમબેને સાસરે મોકલેલ નહીં.તેવામાં જમાઈ હતપળને તેના પિતા પ્રવીણભાઈ સાથે ઝઘડો થતા હરપાલે ઝેરી ટુકડા ખાઈ લેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાની જાણ સાસુ ઇલાબેને નીલમબેન માતા પિતાને કરી અને કહ્યું હતું કે,હરપાલની તબિયત સારી નથી સારસંભાળ માટે નીલમબેને સાસરે મોકલો તેમ વાત કરતા નીલમબેને સાસરે મોકલી આપ્યા હતા.અને જમાઈની તબિયત સારી થઈ જતા નીલમબેને પિયર તેડી લાવ્યા હતા. અને સાસરિયાઓએ કહેલ કે, હરપાલને સુરેન્દ્રનગર ભણવા માટે જવાનું છે અને નીલમબેને મોકલી આપવા જણાવ્યું હતું.અને નીલમબેન પતિ સાથે રહેવા લાગ્યા હતા.ત્યારે પતિ હરપાલ સાસુ સસરા ચડામણી કરતા હોય અને પતિ નીલમબેન સાથે મારઝૂડ કરી ત્રાસ આપતો હતો અને માતા પિતાને કહીશ તો ટાંટિયા ભાંગી નાખીશ આ ત્રાસથી કંટાળી નીલમબેને ઘરના રૂમમાં જાતે પંખા સાથે સાડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ સંદર્ભે મૃતકના પિતાએ સાસુ સસરા અને પતિ વિરુધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.