Get The App

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા 1 - image


Three Missing in Vadodara Drowning Incidents: વડોદરા જિલ્લામાં રવિવારે (22મી માર્ચ) ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રોમાંથી બે યુવકો લાપતા થયા છે, જ્યારે શિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમામાં આવેલો યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી

આલમગઢ તળાવ ચાર મોત્રો ડૂબ્યા

મળતી માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે (22મી માર્ચ) ચાર યુવકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બે યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે યુવકો ડૂબ્યા હતા. સાંજ સુધી બંનેની કોઈ ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ફાયર ટીમ દ્વારા બોટ અને ડાઈવર્સની મદદથી તળાવમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

નર્મદા નદીમાં યુવક ડૂબ્યો

બીજી ઘટના શિનોર તાલુકામાં બની છે, જ્યાં નર્મદા પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને સ્નાન કરવા ગયો હતો, આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે. જ્યારે ગ્રામ્ય પોલીસ પણ આ બંને મામલે તપાસ કરી રહી છે.