Gujarat

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો

By GS TEAM
24 Jan 20261 min read
TukuTouch Logo
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે ત્રણ બાઈક કબજે કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો

Jamnagar Vehicle Theft : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે ત્રણ બાઈક કબજે કર્યા છે.

જામનગર શહેરના બેડી વિસ્તારમાંથી તેમજ જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી તાજેતરમાં અલગ અલગ ત્રણ મોટરસાયકલની ચોરી થઇ ગયાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથક તેમજ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

 જે ફરિયાદના અનુસંધાને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાહનચોરને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી, દરમિયાન એલસીબીની ટુકડીને મળેલી બાતમીના આધારે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા આમિદ રજા ઉર્ફે આમિદ રીંગણો જાકુભાઈ ખોડ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ત્રણ નંગ ચોરાઉ મોટરસાયકલ કબજે કરી લીધા છે. જે ઉપરોક્ત ત્રણેય સ્થળેથી મોટરસાયકલની ચોરી કરી લીધી હોવાની કબુલાત કરી છે.