Get The App

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું 1 - image

વડોદરાઃ હરણીરોડ વિસ્તારના એક વિઝા કન્સલટન્ટને રૃપિયા કઢાવવા માટે ફોન પર ધમકી આપનાર બે શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

ન્યુ વીઆઇપી રોડની ઓમકાર રેસિડેન્સીમાં રહેતા અને હરણી રોડ પર મીરા ચાર રસ્તા પાસે વેદાંત કોમ્પ્લેક્સમાં શુભ સ્વસ્તિક એજ્યુ.સેન્ટર(એસવી ગુ્રપ)ના નામે ઓફિસ ધરાવતા તેજસ પાઠકે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૩મી મે એ રાત્રે કરણ ખુન્તી અને વિશાલ મેરે મેસેજ કરીને ફોન નહિ ઉપાડે તો કાલે તારે ઘેર આવું છું તેવી ધમકી આપી હતી.

બીજા દિવસે સાંજે વિઝા અને રૃપિયા બાબતે વિશાલ સાથે વાત કરી હતી.જે વખતે કરણે કોઇ પણ રીતે રૃ.૧૨ લાખ પરત આપી દે તેમ કહ્યું હતું.તેણે વિશાલને પણ કહ્યું હતું કે તું રૃ.એક લાખ રાખીને બાકીના ૧૧લાખ કઢાવી આપ.ત્યારપછી વિશાલે ફરી ફોન કરીને તારી પાસે ૩૦ કલાક છે પછી હું રૃબરુમાં આવું છું..તેવી ધમકી આપી હતી. જ્યારે મારા ભાઇને પણ હોટલ પરથી હું ઘેર આવું છું તેવી ધમકી આપી હતી.જેથી કારેલીબાગ પોલીસે કરણ ખુન્તી અને વિશાલ મેર સામે ગુનો નોંધ્યો છે.