ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના અને તા. 22 નૂતનવર્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પુનમ તા. 6 અને તા. 7ના, શરદપુનમ કાલે સોમવારે ઉજવાશે : તા. 17ના એકાદશી, વાઘ બારસ સાથે દિપાવલિ પર્વ શ્રૂંખલાનો પ્રારંભ : ફરવાના આયોજનો પર છવાયેલા વાદળો વચ્ચે રેલવેમાં રિઝર્વેશન ફૂલ
Diwali 2025: આ વર્ષે પણ ભારતીય કેલેન્ડર પ્રમાણે એક દિવસે બે-બે તિથિની શરૂઆત સોમવારથી થઈ જાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહેશે. આ વર્ષે દિવાળીની તા. 20ના રાતભર રંગેચંગે ઉજવણી બાદ બીજા દિવસે નૂતનવર્ષને બદલે ધોકો અર્થાત્ આરામનો દિવસ રહેશે અને તા. 22ના નૂતન વર્ષ, ગોવર્ધન પૂજા ઉજવાશે તથા તા. 23ના ભાઈબીજ અને ધંધા-વ્યવસાય શરૂ કરવાનું શુભ મુહૂર્ત લાભ પાંચમ રવિવારતા. 26ના રહેશે.
સોમવારે તા. 6ના નાળિયેરી પુનમ, શરદ પુનમની ઉજવણી કરાશે અને જ્યાં વાદળો નહીં હોય ત્યાં નયનરમ્ય દિવ્ય ચંદ્રમાના દર્શન થશે. જ્યારે તા. 7ના ક્ષય તિથિ સાથે પુનમ, મહર્ષિ વાલ્મિકી જયંતિ, ડાકોરનો મેળો,કાર્તિકી સ્નાન સહિતના પર્વો ઉજવાશે.
બે બે તિથિઓ વચ્ચે તા. 19ને રવિવારે કાળી ચૌદશ, તા. 20ના દિવાળી પર્વની ઉજવણી થશે. જ્યારે તા. 21ના કોઈ પર્વ નહીં રહે અને તા. 22થી નૂતન વિક્રમ સંવંતનો આરંભ થશે. દિપાવલી એક દિવસનું પર્વ નહીં પણ પર્વની શ્રૂંખલા છે. જેનો પ્રારંભ શુક્રવાર તા. 17ના એકાદશીના દિવસે થશે અને આ દિવસે વાઘબારસ પણ છે. તા. 18ના ધનતેરસ અને ધન્વંતરી પૂજન થશે. જો કે ફરવા જનારા માટે તો ક્યા દિવસે રજા છે અને કેટલી રજા મુકવાની છે તેનું જ મહત્વ છે. હાલ દેશમાં ભારે વરસાદનું હવામાન છે અને દિવાળી પૂર્વે હવામાન સામે પ્રશ્નાર્થ છે, અનિશ્ચિતતાના વાદળો વચ્ચે પણ રાજકોટથી આવતી-જતી તમામ ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ ફૂલ થઈ ગયું છે. તમામ મોટા શહેરોથી જતી ST બસોમાં પણ મોટાપાયે બુકિંગ થઈ ચૂક્યા છે.
| તારીખ | વાર | તિથિ / પર્વ | વિશેષ નોંધ |
| 6 ઓક્ટોબર | સોમવાર | નાળિયેરી પુનમ / શરદ પુનમ | ચંદ્રદર્શન, નયનરમ્ય પૂનમનું પાવન દર્શન |
| 7 ઓક્ટોબર | મંગળવાર | ક્ષય તિથિ / મહર્ષિ વાલ્મિકી જયંતિ / ડાકોરનો મેળો / કાર્તિકી સ્નાન | પુનમ સાથે અનેક પર્વોનું સંયોજન |
| 17 ઓક્ટોબર | શુક્રવાર | વાઘબારસ (એકાદશી) | દિવાળી પર્વની શ્રેણીનો આરંભ |
| 18 ઓક્ટોબર | શનિવાર | ધનતેરસ / ધન્વંતરી પૂજન | ખરીદી અને આયુર્વેદના દેવ ધન્વંતરીની પૂજા |
| 19 ઓક્ટોબર | રવિવાર | કાળી ચૌદશ (નરક ચતુર્દશી) | દિવાળી પૂર્વેનો શૌચ અને શૌર્ય પર્વ |
| 20 ઓક્ટોબર | સોમવાર | દિવાળી / લક્ષ્મી પૂજન | રાતભર ઉજવણી, દીપ પ્રજ્વલન |
| 21 ઓક્ટોબર | મંગળવાર | — | કોઈ વિશેષ પર્વ નહીં, આરામનો દિવસ ("ધોકો દિવસ") |
| 22 ઓક્ટોબર | બુધવાર | નૂતન વર્ષ / ગોવર્ધન પૂજા | નવું વિક્રમ સંવત આરંભ, અન્નકૂટ ઉજવણી |
| 23 ઓક્ટોબર | ગુરુવાર | ભાઈબીજ | ભાઈ-બહેનના પ્રેમનો પર્વ |
| 26 ઓક્ટોબર | રવિવાર | લાભ પંચમ | ધંધા-વ્યવસાય શરૂ કરવાનો શુભ મુહૂર્ત |








