Get The App

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા 1 - image

Vadodara : શીનોર તાલુકામાં એક મહિલાના મોબાઈલ ઉપર ગઠીયાએ કોલ કરી કહ્યું કે તમારૂ કુરીયર છે જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી પાર્સલ છુટુ કરાવા માટે રૂપીયા આપવા પડશે. ત્યાર બાદ પ્રથમવાર રૂપીયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ફરીથી કહ્યું કે સી.આઇ.ડી.વાળાએ પાર્સલ પકડ્યું છે તો પાર્સલ તમારે છુટુ કરવા માટે રૂપિયા આપવા પડશે અને તેમ કહી ઓનલાઈન ગુગલ પે મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ત્યારબાદ પાર્સલમાં ડોલર છે તેને છુટુ કરવા માટે રૂપિયા ભરવા પડશે નહી તો સી.આઇ.ડી વાળા તમને પકડી જશે તેવી બીક બતાવી બેંક એકાઉન્ટમાં રૂપીયા ટ્રાન્સફર કરાવેલ આમ અલગ અલગ લોભામણી લાલચ આપી ઓનલાઇન તથા બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.1.45 લાખ ટ્રાન્સફર કરાવી કોઇ પાર્સલ કે નાણા નહિ આપી વિશ્વાસધાત અને ઠગાઇ કરી હતી.

 આ અંગે એક વર્ષ પહેલા સિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો ત્યારબાદ પોલીસે ટેકનીકલ પુરાવાઓના આધારેઅજાણ્યા  મોબાઈલ નંબરની માહીતી મેળવી એક ટીમ મહારાષ્ટ્ર રાજયના મુંબઇ ખાતે મોકલી ભેજાબાજ મોહમદનૌસાદ મોહમદજમરૂલ શેખ હાલ રહે.કાલાપાણી ભાયખલ્લા રહેમતીના મકાનમાં મુંબઈ (મહારાષ્ટ્ર) મુળ રહે.વોર્ડ નંબર 02 ગોઢૌલ શરીફ (ભવર, પો.બુધ્ધનગર દેવીઁ જી.સીતામઢી, બીહાર) ને ઝડપી પાડ્યો હતો.