Gujarat

GSTના માળખામાં ઓછામાં ઓછા 3થી 5 વર્ષ ફેરફાર નહી કરવા રજૂઆત થશે

By GS Team
1 Jan 20221 min read
This article was originally published on 1 Jan 2022
GSTના માળખામાં ઓછામાં ઓછા 3થી 5 વર્ષ ફેરફાર નહી કરવા રજૂઆત થશે

-

-દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારો સીએમએઆઇ અને ફિઆસ્વીની અધ્યક્ષતામાં એકસપર્ટ કમિટી બનાવાશે

સુરત           

જીએસટીના નવા દર અમલમાં લાવવાનું કાઉન્સિલે હાલમાં સ્થગિત કર્યું છે, આમછતાં, આના કાયમી ઉકેલ માટે કર માળખામાં ઓછામાં ઓછા ૩થી ૫ વર્ષ સુધી કોઇ ફેરફાર નહીં આવે તે માટે જીએસટી કાઉન્સીલને સમજાવવામાં આવશે.

દેશભરના ટેકસટાઇલ એસો.ના પ્રતિનિધીઓ સાથે કરવામાં આવેલી વિડિયો કોન્ફરન્સમાં આમ નકકી કરવામાં આવ્યું હતું. હવે દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારોની એકસપર્ટ કમિટી બનાવવામાં આવશે.આ કમિટી ફેકટ્સ-ફિગરબેઝ એનાલિસિસ કરી કાપડ ઉપર જીએસટી કર માળખાના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માટેના સૂચનો કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલી કમિટીના દરેક સભ્યને અપાશે, એમ ચેમ્બર ઓફ કોમર્સ કહ્યું છે.

કાપડ ઉપર 12 ટકા જીએસટી કર માળખાને પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી નથી. એના માટે નાણાં મંત્રાલયે કર્ણાટકાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની અધ્યક્ષતામાં સાત સભ્યોની કમિટી બનાવી છે. જે કમિટી આ મુદ્દે નિર્ણાયક રિપોર્ટ જીએસટી કાઉન્સીલને આપશે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીને રજૂઆત કરવા માટે હવે દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારો ક્લોધીગ મેન્યુફેક્ચરર્સ એસો.ઓફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના ચેરમેન રાહુલ મહેતા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીની અધ્યક્ષતામાં એકસપર્ટ કમિટી બનાવવામાં આવશે.