Get The App

આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે

મેમનગર ગામથી પકવાન સર્કલ,સિંધુભવન રોડ, વસ્ત્રાપુર સહિતના લોકોને લાભ મળશે

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે 1 - image

       

 અમદાવાદ,શનિવાર,28 ફેબ્રુ,2026

બોડકદેવ વોર્ડ આશરે ૧૨ ચોરસ કિલોમીટર વિસ્તારમા પથરાયેલો છે.આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી. રોડ સમિતિની બેઠકમાં રુપિયા ૧૦.૩૬ કરોડના ખર્ચથી જીમ્નેશિયમ સાથે સ્વિમિંગપુલ બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ છે.કામગીરી પુરી થયા પછી મેમનગર ગામથી પકવાન સર્કલ,સિંધુભવન રોડ તેમજ વસ્ત્રાપુર ગામ સહિતના લોકોને આ સુવિધાનો લાભ મળશે.

૬૨૮૪ ચોરસ મીટરના પ્લોટમા ગ્રાઉન્ડ ફલોર ઉપર ૧૨૫૦ ચોરસમીટરમાં સ્વિમિંગપુલ બનાવાશે.પહેલા માળ ઉપર ૧૬૧ ચોરસમીટર જગ્યામા યોગાજીમ બનાવાશે. આ ઉપરાંત અન્ય યુટીલીટી સુવિધા ઉપલબ્ધ કરવાશે.કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને આ કામગીરી આપવામા આવી છે.એક વર્ષના સમયમા કામગીરી પુરી થવાથી સ્થાનિકો માટે સુવિધા મળતી થશે.